ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2025
ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે.ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અનેક યોજનાઓ નો સમાવેશ થાય છે.
I khedut portal પર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજનામાં ખેડૂતો ને 6000 રૂપિયા અથવા સ્માર્ટફોન ની કુલ રકમ ના 40 % જેટલી સબસિડી મળવા પાત્ર છે.
અત્યાર ના ડિજિટલ યુગ મા ખેડૂત નવી ટેક્નોલોજી અને હવામાન, તેમજ કૃષિ સહાય ની માહિતી મળી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે
યોજના | સ્માર્ટફોન સહાય યોજના 2025 | ||||
આ યોજનાના લાભાર્થી | ગુજરાત ના તમામ ખેડૂત મિત્રો | ||||
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને ડિજીટલ અને ટેક્નોલોજી સાથે જોડવા. | ||||
આ યોજનામાં કુલ સહાય રકમ | 6000 રૂપિયા અથવા સ્માર્ટફોન ની કુલ રકમ ના 40 % જેટલી સબસિડી મળવા પાત્ર છે. | ||||
અરજી | ઓનલાઇન | ||||
અરજી કરવા માટે સતાવાર વેબસાઈટ | I Khedut Portal Gujrat |
સ્માર્ટફોન સહાય માટે પાત્રતા
ખેડૂત અરજદાર ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ.
ખેડૂત અરજદાર ની જમીન પોતાની માલિકી ની હોવી જરૂરી છે.
ખેડૂત અરજદાર ને ફક્ત એક જ વાર આ યોજના નો લાભ મળશે.
સ્માર્ટફોન સહાય યોજના જરૂરી દસ્તાવેજો
બેંક પાસ બૂક
આધાર કાર્ડ
7/ 12 ,8 A ની નકલ
રદ કરવામાં આવેલ ચેક
સ્માર્ટફોન નું પાકું બિલ ( GST સાથે)
સ્માર્ટફોન ના IMEI નંબર
અરજી કેવી રીતે કરવી
સૌ પ્રથમ ” I khedut portal ” પર લોગિન કરો.
યોજના ઓ પર જાઓ.
” ખેતીવાડી યોજના ” પર ક્લિક કરો
” સ્માર્ટફોન ની ખરીદી યોજના ” પર ક્લિક કરો
જરૂરી ડોક્યુમેન્ટ એડ કરો.
અને અરજી સબ મીટ કરો.
આ યોજના ના ફાયદા
સ્માર્ટફોન પર ખરીદી કિમંત ના 40 % અથવા 6000 / સુધી ની સહાય મળવા પાત્ર છે